મોરબી : મોરબીમાં ગઈકાલે યોજાયેલી દલિત સમાજની રેલી દરમિયાન દલિત આગેવાને જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ કલેકટર કચેરીના પ્રાંગણમાં ફડાકા ઝીકી દેતા આ મામલે પોલિસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં ગઈકાલે યોજાયેલ દલિત સમાજની રેલી દરમીયાન ટંકારાના સાવડી ગામે રહેતા નાગજીભાઈ છેલભાઈ ચૌહાણને ગૌતમ આંબલિયા અને નાનજીભાઈ નામના ઈસમોએ જૂની માથાકૂટનો ખાર રાખી ફડાકા ઝીકી દેતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.