મોરબી : મોરબીમાં લાયન્સનગર ગરબી ચોક ખાતે રવેચી મિત્ર મંડળ દ્વારા આગામી ૩૦મીએ ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકાર ધર્મેશભાઈ રાવળ ઉપસ્થિત રહેશે. મોરબીમાં લાયન્સનગર ગરબી ચોક, શિવ આરાધના એપાર્ટમેન્ટની બાજુમાં, સેન્ટમેરી સ્કૂલ પાસે, નવલખી રોડ ખાતે રવેચી મંડળ દ્વારા તા. ૩૦ને મંગળવારના રોજ રાત્રે ૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રખ્યાત કલાકાર ધર્મેશ રાવળ ડાક ડમરની કલા પીરસશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.