મોરબી : તાજેતરમાં કરાઈ ખાતે ડી.જી.પી. કપ એથ્લેટિક ગેમ્સ ૨૦૧૯નું આયોજન થયું હતું. ગુજરાત પોલીસ એકેડેમી દ્વારા થયેલા આ રમોત્સવમાં ૮૦૦ મીટરની દૌડમાં મોરબીના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા WLR ભૂમિકાબેન ભૂત પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. ૮૦૦ મીટર દૌડમાં પ્રથમ આવનાર ભૂમિકાબેનને સાથી કર્મચારીઓ તથા અધિકારીઓ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભૂમિકાબેનની આ જીત મોરબીવાસીઓ માટે પણ ગૌરવ પ્રાપ્ત કરનારી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en