મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી સી.એન.જી પંપની સામે રસ્તો ઓળંગી રહેલા સાયકલ સવારને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શામજીભાઇ થોભણભાઇ ડાંગસરીયા, રહે મહેન્દ્રનગર જુના પ્લોટવાળાના ભાઈ મહેન્દ્રનગર ચોકડી સી.એન.જી પંપની સામે પોતાની સાયકલ લઇને રોડ ક્રોસ કરવા જતા કોઇ અજાણ્યા વાહન ચાલકે ભાઇ સાથે વાહન ભટકાડી આંખના ભાગે ફેકચર કરી તેમજ આંખ હાથ પગ મા સામાન્ય ઇજા કરી ગાડી લઇને નાશી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. [caption id='attachment_39176' align='aligncenter' width='480'] car accident crash cyclist ride a bicycle[/caption]