'તેરા તુજકો અર્પણ' અંતર્ગત 3 આરોપીઓને ઝડપી 61 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત સોંપીમોરબી અપડેટ: મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ભેજાબાજોએ ફરિયાદીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો આપી હતી. કાવતરાના ભાગરૂપે શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી નફાની રકમ પરત આપી વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી કુલ 86,25,950 રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનામાં સંડોવાયેલા કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અને ગુનામાં ગયેલી રકમમાંથી 61,00,000 રૂપિયા રિકવર કરવામાં સફળતા મેળવી છે. કોર્ટના હુકમ મુજબ 30 સપ્ટેમ્બર 2026 ના રોજ 'તેરા તુજકો અર્પણ' પહેલ અંતર્ગત આ 61 લાખ રૂપિયાની રકમ ફરિયાદીને પરત અર્પણ કરવામાં આવી છે.મોરબી સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકો માટે પ્રજાજોગ સંદેશ જારી કરતા જણાવ્યું છે કે, શેરબજારમાં ઝડપી નફો આપવાના બહાને અજાણી લિંક્સ, એપ્લિકેશન અથવા ફોન કોલ પર ક્યારેય વિશ્વાસ ન કરવો. સાયબર ઠગ ખોટી વેબસાઇટ, નકલી ડીમેટ એકાઉન્ટ અને ફેક એપ્લિકેશન દ્વારા લોકોની વ્યક્તિગત માહિતી તથા પૈસા પડાવી શકે છે, તેથી કોઈપણ અજાણી સ્કીમમાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CyberCrime #MorbiPolice #CyberFraud #StockMarketScam #TeraTujhkoArpan