(1) મોરબીના કાલિકા પ્લોટમાંથી સગીરાનું અપહરણ મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા પરિવારની સગીરાનું એક શખ્સ લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલની પાછળ, દલ જમાતખાના સામે રહેતા મુસ્લિમ પરિવારની સગીરાને દેવો રાવળ રહે. કાલીકા પ્લોટ વાળો લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દેવા રાવળ વિરુદ્ધ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરાવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવા મામલે ગુન્હો નોંધ્યો છે અને આર.જે.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર વધુ તપાસ કરી રહ્યા છે. (2) વાંકાનેરમાં મજૂરીકામના પૈસા બાબતે મારામારી વાંકાનેર : વાંકાનેરમાં કારખાનામાં કામ કરવા અંગે મજૂરીના બાકી નીકળતા પૈસાની ઉઘરાણીમાં બે યુવાનોએ એક યુવાનને મારમારી છરી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં રહેતા ચેતન ઉર્ફે અંકુર કિશોરભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.વ ૨૯ રહે મીલ પ્લોટ શેરી નં-૨ વાળાને કારખાનામાં કામ કરવાના પૈસા અત્યારે જ ચૂકવી દેવા ધમકી આપી આરોપી (૧) વિપૂલભાઇ મઘાભાઇ મકવાણા (૨) નિલેશભાઇ મઘાભાઇ મકવાણા રહે બન્ને વાકાનેર ડો.દેલવાડીયા સાહેબ દવાખાના પાછળ વાકાનેર વાળાઓએ માર મારી છરી વડે ફરિયાદી તથા સાહેદ પર છરી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે જાહેરનામા ભંગ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (3) હળવદની પરણીતાંને સાસરિયાઓએ ત્રાસ આપતા ફરિયાદ હળવદ : હળવદના સરા રોડ પર રહેતા પરિણીતાને ઘરકામ સહિતની બાબતોને લઈ સાસુ, સસરા, જેઠ, નણંદ સહિતના ત્રાસ આપતા હોય આઠ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જ્યોતીબેન હસમુખભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉવ ૨૩ ધંધો-ઘરકામ, રહે. હળવદ સરા રોડ દલીતવાસ તા.હળવદ જી.મોરબી હાલ- લજાઇ તા.ટંકારા જી.મોરબી વાળાને (૧) જેઠ ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર (૨) જેઠાણી લક્ષ્મીબેન ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર (૩) સાસુ રામુબેન વા/ઓ પ્રેમજીભાઇ અરજણભાઇ પરમાર (૪) કુટુંબી જેઠ રાજુભાઇ કરશનભાઇ (૫) કૂટુંબી કાકાજી સસરા બીજલભાઇ અરજણભાઇ પરમાર (૬) નણંદ કાંન્તાબેન વા/ઓ બળવંતભાઇ (૭) નણંદ ગીતાબેન વા/ઓ વાલજીભાઇ (૮) નણંદ મધુબેન વા/ઓ પ્રવિણભાઇ રહે નં.૧,થી ૫ હળવદ જુના દલીતવાસ સરા રોડ તા. હળવદ જી.મોરબી તથા નં. (૬) મૂળી તા.મુળી જી.સુરેંદ્રનગર (૭) કીડીગામ તા.હળવદ વાળા ત્રાસ આપતા હોય પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૧૧૪ મુજબ સાસુ તથા જેઠ-જેઠાણી તથા સગા ત્રણ નણંદ તથા કુટુંબી જેઠ તથા કૂટૂંબી કાકાજી સસરા વિરુદ્ધ શારીરીક તથા માનશીક દુખ ત્રાસ આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. (4) મોરબીના વજેપરમાંથી જુગાર રમતા બે ઝડપાયા મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા બે શખ્સોને તેમજ એક શખ્સને વર્લી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જાણવા મળ્યા મુજબ એ ડિવિઝન પોલીસે વજેપરમાંથી નિઝામભાઇ સલીમભાઇ મોવર ઉવ. ૨૧ રહે. મોરબી મચ્છીપીઠ ઇદ મસ્જિદ રોડ તથા સાબીરભાઇ અબ્દુલભાઇ બુખારી ઉવ.૧૯ રહે. ઘાંચીશેરી નવા ડેલા રોડ મોરબી વાળા આરોપીઓને જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા ગંજીપતાના પાના નંગ–૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂ-૫૦૪૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત પોલીસે મન્સુરભાઇ અલાઉદીનભાઇ અન્સારી ઉ.વ.૪૫ રહે.મોરબી જોન્શનગર વાળો જાહેર મા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા વર્લી ફીચરનુ સાહીત્ય જેમા એક વર્લીફીચર ના આંકડા લખેલ ચિઠઠી, બોલપેન, કુલ રોકડા રૂ.૩૭૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. (5) વાંકાનેરમાં ૧૨ બોટલ દારૂ સાથે એક ઝડપાયો વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પરથી પોલીસે ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના સરતાનપર નજીકથી પોલીસે દલસુખ ઉર્ફે દલો અંબારામભાઈ સાતનીયા ઉવ-૩૫ રહે-ધ્રગંધ્રા તા-વીંછીયા જી-રાજકોટવાળાને પોતાના કબ્જામા ગે.કા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પ્રીમીયમ ડ્રાઈ જીનની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૧૨ કિ.રૂ. ૩૬૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઈડ દરમ્યાન મળી આવતા ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે દારૂબંધી કાયદા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. (6) ટંકારા નજીક વિદેશી દારૂ સાથે બે ઝડપાયા : ૧.૭૭ લાખનો મુદામાલ જપ્ત ટંકારા : ટંકારાના ખીજડિયા - ધૂનડા રોડ પરથી પોલીસે બાતમીને આધારે બે ઇસમોને ઇકો ગાડીમાં વિદેશી દારૂ સાથે ઝડપી લઈ ૧.૭૭ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે જયદિપસિંહ મહિધરસીંહ જાડેજા ઉ.વ-૨૧ રહે-બંગાવડી તા- ટંકારા તથા (૨) શિવપુરી ઉર્ફે શીવમ બળદેવપરી ગોસાઇ ઉ.વ-૨૧ ધંધો-મજુરી રહે-મેધપર ઝાલા તા- ટંકારાવાળાને સફેદ કલરની ઇકકો ગાડી રજી નંબર-જી.જે.૩૬.બી-૭૬૬૧ મા સફેદ કલરના બ્લુ ટાવર લખેલ બોકસ નંગ-૭ બોટલ નંગ-૮૪ તથા એક ખાખી કલરના બોકસમા ખુલ્લી બોટલો નંગ-૦૬ જે બ્લુ ટાવર એકસટ્રા ડ્રાય જીન ફોરસેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮% વીવી લખેલ કુલ બોટલ નંગ-૯૦ ની કુલ કિ.રૂ.૨૭.૦૦૦/- તથા ઇકકો ગાડી કી.રુ ૧૫૦,૦૦૦/- ની કુલ મુદામાલ કી.રૂ ૧.૭૭.૦૦૦/- ના સાથે ગે.કા.રીતે દારૂની હેરફેર મામલે ઝડપી લીધા હતા. આ મામલે ટંકારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઇગ્લીશ દારૂ હેરફેર કરવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (7) વાંકાનેરમાં ચા બનાવતા દાઝેલા પરણીતાનું મોત વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામે રહેતા પરણીતા ચા બનાવતી વેળાએ દાઝી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ અમીનાબેન નુરમામદભાઈ સાઉદી જાતે-ફકીર ઉવ-૭૫ રહે- કોઠી તા-વાંકાનેર વાળી પોતાના ઘરે ચા બનાવવા જતા પોતે પહેરેલ કપડે ચુલામા અકસ્માતે પડતા શરીરે દાઝી જતા પ્રથમ સારવાર વાંકાનેર સ.હો બાદ સારવાર રાજકોટ સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર...