મોરબી : મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે માળીયા પોલીસ મથક નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા અગીયારેક માસથી નાસતા ફરતા આરોપીને વાપીથી દબોચી લઇ આગળની કાર્યવાહી અર્થે માળીયા(મી) પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે બાતમીને આધારે માળીયા પોલીસ મથકમાં અગિયારેક માસ પૂર્વે નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રમેશભાઇ મેઘજીભાઇ માણોદરા રહે. વાપી હાલ તેના ઘરે હોવાની હકીકતના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી અર્થે માળીયા પોલીસને સોપવા તજવીજ હાથ ઘરી હતી.