મોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે શહેરમાં માધાપર વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાંથી જુગાર રમતા 8 શખ્સો વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા, અજયભાઈ શાંતિભાઈ જીંજવાડીયા, લક્ષ્મણભાઈ ગોકલભાઈ ટોટા, શાહરૂખભાઇ ફિરોજભાઈ પઠાણ, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરિયા, આરીફભાઈ હુસેનભાઈ ચૌહાણ, અજયભાઈ મનસુખભાઇ વરણિયા અને ઉમેશભાઈ ટીડાભાઈ ગોલતરને કુલ રૂ. 5,34,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.