ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસની મદદથી મોરબીના શખ્સને ઝડપી પાડી અમદાવાદ લઈ જવાયો મોરબી : અમદાવાદમાંથી ૧૭ હથિયાર ઝડપાયા હતા. આ ઘટનામાં ૧૦થી વધુ આરોપીઓના નામ ખુલ્યા હતા. આ હથિયાર આપનાર મોરબીનો શખ્સ હોવાનું બહાર આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો જેમાં ૧૭ હથીયાર અને ૧૦૦ થી વધુ નંગ કારતુસ સાથે સુરજ નામનો આરોપી ઝડપાયો હતો. ઉપરાંત આ ગુનામા અત્યાર સુધી દસથી વધુ આરોપીઓના નામ ખુલતા સાત આરોપીઓ ની અમદાવાદ ક્રાઈમ બ્રાચે તમામ ની ધરપકડ કરી હતી જેમા આ હથીયારના તાર મોરબી સુધી લંબાયા હતા અને અને તેનુ પગેરૂ મેળવવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એસીપી આર.એન.ઝાલા સહીત ની ટીમે મોરબી ધામા નાખ્યા હતા. મોરબીની શિવ સોસાયટીમાં રહેતા ઇમરાન હનીફ ચાનીયા નામના શખ્શ પાસેથી આ હથિયાર મેળવ્યા હોવાનું ખુલતા એ ડીવીઝન પોલીસની મદદથી આરોપી ઇમરાન ચાનીયાની અટકાયત કરી તેણે અમદાવાદ લઇ જવાયો હતો જેમા તપાસ દરમ્યાન મોરબી ના ઈમરાન ચાનીયા ઉર્ફે ઈમરાન બોટલ નામના શખ્સે એક હથીયાર મુખ્યસુત્રધાર સુરજ પાસે થી ખરીદ્યુ હોવાથી તેની ધરપીડ કરી ખરીદેલ હથીયાર કબ્જે કર્યુ હોવાનુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના એસપી રાજદીપસિહ ઝાલા એ જણાવ્યુ હતુ. આ મામલે વધુ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી છે તેમજ મોરબી નો ઈમરાન ચાનીયા ઉર્ફે ઈમરાન બોટલ અગાઉ ફણ દારૂ મારામારી સહીત અનેક ગુનાઓ મા પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.