માથામાં પથ્થરના ઘા ઝીકાતા યુવાન ગંભીર મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક જ કારખાનામાં કામ કરતા બે કામદારો વચ્ચે કામ બાબતે માથાકૂટ થતા આ મારમારીમાં સામેવાળાએ માથામાં પથ્થરના ઘા ઝીકી દેતા હત્યાની કોશિષ અંગે ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રે મોરબીના મહેન્દ્રનગરમાં લક્ષ્મીનરાયણ એપાર્ટમેન્ટના ધાબા ઉપર મારમારીનો કિસ્સામાં કિશોરભાઇ મગનભાઇ કાલરીયાને તેમની સાથે જ કારખાનામાં કામ કરતા લાલજીભાઈ ભાવજીભાઈ વરમોરાએ કામ બાબતે બોલાચાલી કરી માથામાં પથ્થરના ઘા ઝીકી દેતા સાતથી આઠ ફ્રેક્ચર કરી નાખ્યા હતા. આ મામલે ભોગ બનનાર કિશોરભાઇ ભાઈ રાજેશભાઇ મગનભાઇ કાલરીયા ઉવ- ૩૯ ધંધો- મજુરી રહે. કુબેર નગર – ૧ નવલખી રોડ મોરબીવાળાએ લાલજીભાઇ ભાવજીભાઇ વરમોરા રહે. મહેન્દ્રનગર લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.