મોરબી : મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ રાજસ્થાન રોયલ્સના માધ્યમથી ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ ઓનલાઈન સર્ટીફીકેશન કોર્સ પાસ કર્યો છે.મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ વિષે નવી વિગતો જાણી અને શીખી તેનો લાભ ખેલાડીઓને આપશે. મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાની ખેલાડીઓને ઉત્તમ કોચિંગ મળે તે માટે હંમેશા નવું શીખવાનો પ્રયત્ન કરતા રહે છે.જે અંતર્ગત તાજેતરમાં તેઓએ રાજસ્થાન રોયલ્સના માધ્યમથી ટીમ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ ઓનલાઈન સર્ટીફીકેશન કોર્સ પાસ કર્યો છે.જે અંગે કોચ નિશાંત જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓએ પાસ કરેલ ઓનલાઈન કોર્સમાં ૧૫ ટોપિક હતા.જેમાં પ્રેઝન્ટેશન,ક્વીઝના બધા જવાબો લીમીટેડ ટાઈમ ઝોનમાં આપવાના હોય છે જેમાં જવાબ સાચો છે કે ખોટો તે અને માર્ક્સ ઓનલાઈન પોર્ટલ પર જોઈ શકાય છે. પ્રશ્નોના જવાબ ખોટા હોય તો નેગેટીવ માર્કિંગ સીસ્ટમ પણ અમલી હોય છે.આ કોર્સ કોચ નિશાંત જાનીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.કોચ નિશાંત જાનીએ મેનેજમેન્ટ ઇન સ્પોર્ટ્સ વિષે નવી વિગતો જાણી અને શીખી હતી.જેનો લાભ નિશાંત જાનીના કોચિંગમાં તૈયાર થનાર ખેલાડીઓને મળશે.મોરબી ક્રિકેટ માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમુતિયા જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..