મોરબી : મોરબીમાં ચેક રીટર્ન કેસમાં દેહરાદૂનના વેપારી એવા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ રૂ. ૧૦,૬૩,૩૪૦ ની બમણી રકમ રૂ. ૨૧,૨૬,૬૮૦ નો દંડ તેમજ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગત જોઇએ, તો ફરીયાદી ટોરીનો ટાઇલ્સ એલ.એલ.પી., સરતાનપર રોડ, ગામ રાતાવીરડા, જિલ્લો મોરબી વાળા પાસેથી આરોપી દેવ ભૂમિ ટાઇલ્સ અને ગ્રેનાઇટ્સના પ્રોપરાઇટર, વિજેન્દ્ર સિંઘ, દેહરાદુન વાળાએ ટાઈલ્સની ખરીદી કરેલી હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી રૂ. ૧૦,૬૩,૩૪૦/- વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના મહે. બીજા એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૧ ની સાલમાં દાખલ કરેલ હતો. જેમાં આરોપીએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા દેવ ભૂમિ ટાઇલ્સ અને ગ્રેનાઇટ્સના પ્રોપરાઇટર, વિજેન્દ્ર સિંઘને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ રૂ. ૧૦,૬૩,૩૪૦ ની બમણી રકમ રૂ. ૨૧,૨૬,૬૮૦ નો દંડ તેમજ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.