મોરબી : ગત તા. 26ના રોજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં મોરબી પાસે હળવદ રોડ ઉપર આવેલ શબરી હોટલ નજીકથી બી ડીવીઝન પોલીસે જયદિપ ભરતભાઈ કરથીયા (રહે. ગ્રીન ચોક, કંસારા શેરી, મોરબી)ને ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી પાડેલ હતા. કોર્ટમાં રીમાન્ડ અર્થે રજુ કરતા આરોપી જયદિપ ભરતભાઈ કરથીયાના વકીલ મયુર પી. પુજારાની દલીલો ધ્યાને લઈ મોરબી કોર્ટે રીમાન્ડ નામંજુર કરી આરોપીને રૂ. 10 હજારના જામીન પર મુકત કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate