હાલ મોરમ ભરી બાદમાં નવું નાલુ બનાવવાની માંગ મોરબી : મોરબીના લીલાપર રોડ પરના તૂટી ગયેલા નાલાને તાત્કાલિક મોમર ભરીને ચાલુ કરાવી તેમજ બાદમાં નવું નાલુ બનાવવા કાઉન્સિલરે ચિફ ઓફિસરને રજુઆત કરી છે. વોર્ડ નંબર-13ના કાઉન્સિલર ભરતભાઇ જારીયાએ ચીફ ઓફિસરને રજુઆતમા જણાવ્યું છે કે ભારે વરસાદથી લીલાપર રોડ ઉપર આવેલ નાલુ તુટી ગયેલ છે. આ નાલા અને રોડ પર તાત્કાલિક મૉરમ નાખીને રસ્તો હાલ ચાલુ કરવામાં આવે તેમજ ટુંક સમયમાં નવા નાલા અને રસ્તાનુ કામ પણ હાથ ધરવામાં આવે.આ રજૂઆતના પ્રત્યુત્તરમા ચીફ ઓફિસરે ટૂંક સમયમાં કામ શરૂ કરવાની ખાતરી પણ આપી છે.