ભાજપમાં એક ડઝનથી વધુ ગ્રેજ્યુએટ પોસ્ટગ્રેજ્યુએટ ઉમેદવાર : કોંગ્રેસમાં એક ડોકટર, એક પોસ્ટ ગ્રેજયુએટ અને સંખ્યાબંધ ગ્રેજયુએટ ઉમેદવારમોરબી : આગામી તા.26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીચિત્ર સ્પષ્ટ બની ગયું છે.મોરબી કોર્પોરેશનની ચૂંટણી લડતા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામાં મુજબ ભાજપ અને કોંગ્રેસના 18 ઉમેદવાર કરોડપતિ છે.જ્યારે બાકીના ઉમેદવારો પણ લાખોપતિની શ્રેણીમાં છે.કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ યુવા ચહેરા મેદાનમાં ઉતર્યા છે છતાં ભાજપમાં 50 વર્ષથી વધુ ઉંમરના સાત અને કોંગ્રેસના 50 વર્ષથી વધુ ઉંમરના 14 ઉમેદવારો છે.જેમાં સૌથી મોટી ઉંમરના કોંગ્રેસના ઉમેદવાર વિનોદલાલ મણિલાલ ભટ્ટ 75 વર્ષની ઉંમરે વોર્ડ નંબર સાતમાંથી ચૂંટણી લડી રહ્યા છે.મોરબી કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આ વખતે ટકોરાબંધ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જો કે, રાજનીતિ અને ભણતરને કઈ નિસબત નથી આમ છતાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ભણેલા ગણેલા અને ગુન્હાહિત ઇતિહાસ ન ધરાવતા હોય તેવા વધુમાં વધુ ઉમેદવારોને મેદાને ઉતારવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે એક ડોકટર સહિત નવેક ગ્રેજ્યુએટ ઉમેદવારોને તક આપી છે તો ભાજપે ડઝનબંધ ગ્રેજ્યુએટને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.જેમાં મોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠક માટેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં મોટાભાગના ઉમેદવાર ધોરણ 8,9, 10 અને 12 સુધીનો અભ્યાસ કરનાર છે. ભાજપમાં અર્પિતાબા જાડેજા, પૂનમબેન અગેચણિયા, ભગીરથ બરાસરા, પુષ્પાબેન વાળા, ક્રિષ્નાબેન પરમાર, જલ્પાબેન સોનગરા, જયેશ દેસાઈ, ભાવિન ઘેલાણી, નુતનબેન વિડજા અને નવનીત કુંડારીયા ગ્રેજ્યુએટ છે. સાથે જ ઉત્તમ સુરાણીએ બીએસસી કર્યું છે તો ભાજપના કેયુર પંડયા માસ્ટર ઇન વેલ્યુએશન છે.સાથે જ નિરક્ષર ઉમેદવારને પણ ભાજપે ટીકીટ આપી છે. બીજી તરફ કોંગ્રેસે ડોકટર તેમજ અન્ય નવ સ્નાતકોને ટીકીટ આપી છે સાથે જ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા માસ્ટર ડીગ્રી ધરાવે છે. કોંગ્રેસના વસંતભાઈ કણઝારીયા, હિતેશભાઈ મહેતા, દમયંતિબેન નિરંજની, હિરલબેન ટાંક, મીનાક્ષીબેન પટેલ અને ચૈતાલીબેન સાંણદિયા ગ્રેજ્યુએટ છે તેમજ ડો.પ્રવીણ વઘાસિયા હોમીઓપેથીની ડીગ્રી ધરાવે છે. જો કે, ભાજપ અને કોંગ્રેસમાં ધોરણ 2,3,5,6,7 અને 8 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર ઉમેદવારોને પણ મોટા પ્રમાણમાં ટીકીટ આપી છે.ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું શૈક્ષણીક સ્તરશૌક્ષણિક સ્તર #ભાજપ #કોંગ્રેસ #કુલપ્રાથમિક #8#19#27માધ્યમિક #18#10#28ઉચ્ચ માધ્યમિક #14#6#20ગ્રેજ્યુએટ અને તેથી વધુ #11#12#23નિરક્ષ ર# 1#1#2કુલ ઉમેદવારો#52#48#100ભાજપ કોંગ્રેસના કરોડપતિ ઉમેદવારોની યાદીભાજપના કરોડપતિ ઉમેદવારો- સીતાબેન પરબતભાઇ હુંબલ (વોર્ડ 2): 1.11 કરોડ બેંક બેલેન્સ + 69 લાખની મિલકત.- રમાબેન કેતનભાઈ બોપલીયા (વોર્ડ 3): 3.07 કરોડની મિલકત.- જીગ્નેશ હંસરાજભાઇ કૈલા (વોર્ડ 3): 6.23 કરોડનું રોકાણ + 6.38 કરોડની મિલકત.- ભુપેન્દ્રભાઈ લાખાભાઇ જારીયા (વોર્ડ 3): 4.08 કરોડની મિલકત.- પૂનમબેન જીતેનભાઈ અગેચણીયા (વોર્ડ 4): 1.28 કરોડની મિલકત.- મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (વોર્ડ 5): 6.62 કરોડની મિલકત.- જયેશભાઈ વસંતભાઈ દેસાઈ (વોર્ડ 7): 1.31 કરોડની મિલકત + 59 લાખ બેંક બેલેન્સ.- કુંદનબેન શૈલેષભાઈ માકાસણા (વોર્ડ 8): 2.23 કરોડની મિલકત.- ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા (વોર્ડ 9): 2 કરોડનો પ્લોટ.- ગણેશભાઈ નાનજીભાઈ ડાભી (વોર્ડ 10): વિવિધ કંપનીઓમાં લાખોનું રોકાણ અને મોંઘી ગાડીઓ (કુલ સંપત્તિ 1 કરોડથી વધુ).- કાસુંદ્રા ગોપાલભાઈ વસ્તાભાઈ (વોર્ડ 11): 1.07 કરોડ ખેતીની જમીન + 3.13 કરોડનો પ્લોટ.- જારીયા ભાવિકકુમાર ભરતભાઈ (વોર્ડ 13): 2.99 કરોડની ખેતીની જમીન.કોંગ્રેસ ના કરોડપતિ ઉમેદવારો- ડો. પ્રવીણભાઈ મનસુખભાઇ વઘાસીયા (વોર્ડ 3): 2 કરોડની જમીન/મકાન.- અલ્પાબા વનરાજસિંહ જાડેજા (વોર્ડ 3): 3.89 કરોડની જમીન/મકાન.- વનીતાબેન મુકેશભાઈ ગામી (વોર્ડ 3): 1.35 કરોડની મિલકત.- હિતેશ લાલજીભાઈ મેહતા (વોર્ડ 3): 3.65 કરોડની મિલકત.- મીનાક્ષીબેન મનહરકુમાર પટેલ (વોર્ડ 8): 1 કરોડની મિલકત.વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર પાસે રોકડ, બેન્ક બેલેન્સ જ નથીમોરબી કોર્પોરેશનની ચૂંટણી લડવા મેદાને ઉતરેલા કોંગ્રેસના વોર્ડ નંબર 6ના ઉમેદવાર શિરાજુદીન મજીદભાઈ દરજાદાના સોગંદનામાં મુજબ તેમની પાસે રોકડ રકમ જ નથી ઉપરાંત બેન્ક બેલેન્સ પણ નથી. 59 વર્ષની ઉંમર ધરાવતા શિરાજુદીનભાઈ માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.તેમની પાસે ઘરનું ઘર પણ નથી અને સોના ચાંદીના દાગીના પણ ન હોવાનું ચૂંટણી સોગંદનામામાં જાહેર કર્યું છે.ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો ગુન્હાહિત ઇતિહાસમોરબી મહાનગર પાલિકાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલા મોટાભાગના ઉમેદવાર સ્વચ્છ છબી ધરાવનાર છે જેમાં ભાજપના ઉમેદવાર ભાવિન ઘેલાણી પર એક પ્રોહીબિશન એકટ મુજબનો ગુન્હો બોલે છે.જ્યારે ગોપાલ કાસુન્દ્રા વિરુદ્ધ મારામારીનો એક કેસ પેન્ડિંગ હોવાનું તેમજ રવિ સનાવડા ઉપર કેસ નોંધાયો હતો જેમાં તેઓ 2011માં દોષમુક્ત જાહેર થયા હતા. ઉપરાંત ભાજપના ગણેશ ડાભી ઉપર પણ કેસ થયો હતો જેમાં તેઓ દોષમુક્ત જાહેર થયા હતા.એ જ રીતે ભાજપના ઉમેદવાર રાજેશ કાનજીભાઈ ડાભી વિરુદ્ધ બે કેસ નોંધાયા છે જેમાં કેસ ચાલુ છે. ભાજપના ભાવિકકુમાર જારીયા વિરુદ્ધ પણ એક કેસ નોંધાયો હતો જેમા તેઓ દોષમુક્ત જાહેર થયા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પુષ્પરાજસિંહ જાડેજા પર પાટીદાર અનામત આંદોલન સમયે ગુન્હો નોંધાયો હતો જેમા તેઓ દોષમુક્ત જાહેર થયા હોવાનું ચૂંટણી સોગંદનામામાં જાહેર કર્યું છે.ભાજપ અને કોંગ્રેસમાં 40 વર્ષથી નીચેના 21 - 21 યુવા ઉમેદવારમોરબી મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સૌથી વધુ યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.40 વર્ષથી નીચેની વયના બન્ને પક્ષે 21 - 21 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેમાં ભાજપના વોર્ડ નંબર 4ના ગૌતમ ભાવેશભાઈ પરમાર ઉ.24 સૌથી નાની વયના ઉમેદવાર છે.કોંગ્રેસમાં સૌથી નાની વયના ઉમેદવાર 25 વર્ષના છે જેમાં વોર્ડ નંબર...