મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3471 કેસમાંથી 3179 સાજા થયા, કુલ 212ના મોત મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 22 માર્ચ, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 966 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 17 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આમ મોરબી જિલ્લામાં કોરોનાએ ગતિ પકડી છે. આજે તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરી દેવાય છે. સરકારી ચોપડે આજે 17 કેસ નવા દર્શાવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના વાસ્તવિક કેસની સંખ્યા મોટી હોવાનું અનુમાન છે. ત્યારે કોરોનાના આ બીજા વેવથી બચવા માટે મોરબીવાસીઓ થોડી વધુ તકેદારી રાખે તે અત્યંત જરૂરી છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 07 મોરબી ગ્રામ્ય : 05 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 01 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 02 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 01 આજના જિલ્લાના કુલ નવા કેસ : 17 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 05 વાંકાનેર તાલુકામાં : 02 હળવદ તાલુકામાં : 00 ટંકારા તાલુકામાં : 00 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 80 કુલ ડિસ્ચાર્જ કેસ : 3179 મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3471 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 177488