મોરબી તાલુકામાં 6, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયા : આજે 20 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3018 કેસમાંથી 2698 સાજા થયા અને 200ના મોત : હાલ 120 એક્ટિવ કેસ : મોરબી જિલ્લામાં આજે પણ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયું નથી : કુલ 200 દર્દીના મોત માંથી માત્ર 18 જ કોવીડ ડેથ જાહેર કરાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 20 ડિસેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 751 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 08 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 05 મોરબી ગ્રામ્ય : 01 વાંકાનેર સીટી : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 હળવદ સીટી : 00 હળવદ ગ્રામ્ય : 01 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 01 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 00 આજના જિલ્લાના કુલ નવા કેસ : 08 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 13 વાંકાનેર તાલુકામાં : 00 હળવદ તાલુકામાં : 05 ટંકારા તાલુકામાં : 01 માળીયા તાલુકામાં : 01 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 20 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 120 કુલ ડિસ્ચાર્જ કેસ : 2698 મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 182 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 200 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3018 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 132071 મોરબી જિલ્લામાં આજે પણ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયું નથી.