મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોનાનો કેસ હતો. તે દર્દી પણ કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ જતા મોરબી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો છે. ત્યારે રવિવારે રાત્રીના મોરબી શહેરના બે શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. મોરબીમાં રવિવારે રાત્રે મોરબી શહેરમાં રહેતા 35 વર્ષના મહિલા અને 50 વર્ષના પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલાયા હતા. જે સેમ્પલના રિપોર્ટ પણ કોરોના નેગેટિવ આવતા મોરબી જિલ્લો કોરોના મુક્ત જ રહ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/