મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ એક દર્દીને અગાઉ રજા અપાયા બાદ આજે અન્ય બે દર્દી પણ સાજા થઈ જતા એક્ટિવ કેસ શૂન્ય થવાની સાથે મોરબી જિલ્લો ફરી એકવાર કોરોના મુક્ત બન્યો છે. મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં બહારના રાજ્યમાં ફરવા ગયેલા નાગરિકો પરત આવતા ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જે પૈકી એક દર્દીને અગાઉ રજા અપાયા બાદ આજે બન્ને દર્દીઓ પણ સાજા થઈ જતા ડિસ્ચાર્જ આપવામાં આવતા એક્ટિવ કેસ શૂન્ય થવાની સાથે મોરબી જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે. દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ ચાલુ રખાયું છે અને આજે કુલ 341 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા હતા.