ખેતીની જમીનમાં થાંભલા નાખવા માટે કંપનીએ યોગ્ય વળતર આપવું જોઈએ: લાલજીભાઈ મહેતામોરબી : મોરબીમાં વીજ પોલ નાખવા મામલે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો મજબૂત સાથ મળ્યો છે. મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જેતપરની ખેડૂત આંદોલન સમિતિને પત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આપણા ઘરમાં લાગેલા નાના એવા જી.ઈ.બી. (GEB) ના લાઈટના મીટરનું પણ જો આપણે ભાડું ભરતા હોઈએ, તો ખેડૂત પરિવારની મહામૂલી ખેતીની જમીનમાં જે મોટા થાંભલા નાખવામાં આવે છે, તેનું વીજ કંપનીએ ખેડૂતોને યોગ્ય વળતર આપવું જ જોઈએ. આ માંગણી તદ્દન સાચી અને વ્યાજબી છે. સરકારે ખરેખર ખેડૂતોની વાત સ્વીકારવી જોઈએ અને તેમના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.વધુમાં, ગ્રાહક સુરક્ષા મંડળે એવી પણ ખાતરી આપી છે કે આ પ્રશ્નનો ઝડપથી નિવેડો આવે અને ખેડૂતોને આ હકની લડાઈમાં યોગ્ય નિર્ણય મળે તે માટે સંસ્થા દ્વારા સરકારમાં પણ ખાસ રજૂઆત કરવામાં આવશે.#Morbi #KhedutAndolan #MorbiUpdate #GrahakSurakshaMandal #FarmersProtest #MorbiNews #GujaratFarmers