મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ટંકારામાં “સંવેદનહીન સરકાર સામે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન કાર્યક્રમ યોજાશે. ગુજરાતની ભાજપ સરકાર ૭ ઓગસ્ટના દિવસે “વિકાસ દિવસ” ઉજવી પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “સંવેદનહીન સરકાર સામે વિકાસ કોનો? વિકાસ ખોજ અભિયાન' કાર્યક્રમના આયોજન અંતર્ગત ગુજરાતમાં પ્રજાને પ્રાથમિક સુવિધા આપો તેવી માંગ કરાશે. સરકારની અણઆવડતને ખુલી પાડવા અને પ્રજાને પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા વિકાસની ખોજ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ સરકારને પૂછવા માંગે છે કે વિકાસ કોનો થયો? પ્રજા તો આજ પ્રાથમિક સુવિધાથી વંચિત છે તો પછી આ કોનો વિકાસ? સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી તાયફાઓ કરી પ્રજાનું અપમાન કરી રહેલ છે. ત્યારે આ સરકારની પ્રજા વિરોધી નીતિને કારણે પ્રજા વિકાસથી દૂર રહી છે અને સરકાર પ્રજાને અપમાનિત કરી રહેલ છે. ત્યારે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરેલ હોય તો આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો તમામ કાર્યકરોએ આજે તા. 7ને શનિવારે સવારે 10-30 કલાકે લતીપર ચોકડી, ટંકારા ખાતે હાજર રહેવા જયંતીભાઈ જે. પટેલ (પ્રમુખ, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ), લલિતભાઈ કગથરા (ધારાસભ્ય, ટંકારા પડધરી), ભૂપતભાઇ ગોધાણી (પ્રમુખ, ટંકારા તાલુકા કોગ્રેસ)ની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..