મોરબી : આજે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસે જ્વલંત વિજય મેળવી ભાજપ પાસેથી સતા ખૂંચવી લેતા મોરબીના નહેરુગેઇટ ચોક ખાતે મોરબી શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, NSUI, સેવાદળ, મહીલાકોંગ્રેસ દ્વારા વિજયના વધામણાં કરી ઢોલ નગારા અને આતશબાજી સાથે એક મેકના મો મીઠા કરાવ્યા હતા આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, મુકેશ ગામી, રમેશ રબારી, એલ.એમ. કંજરીયા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.