મોરબી:મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે ગઈકાલે મોડીરાત્રે ઉમેદવારો જાહેર થતા જ આંતરિક ખેંચતાણ સપાટી ઉપર આવી છે. આજે સવારે ૬૬- ટંકારા બેઠક ઉપર ફોર્મ ભરવાની જાહેરાત કર્યા બાદ અચાનક જ સતાવાર ઉમેદવાર લલિત કગથરાએ આજે ફોર્મ ભરવાનું મુલતવી રાખી આવતીકાલે ફોર્મ ભરવાનું જાહેર કર્યુ છે. તો બીજી તરફ માળીયા બેઠક ઉપર કોંગ્રેસે બ્રિજેશ મેરજાને સતાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં આજે આ સીટ માટે દાવેદારી કરનાર કિશોર ચીખલીયાએ વગર મેન્ડડે કોંગ્રેસમાંથી માળીયા બેઠક માટે ઉમેદવારી નોંધવાની જાહેરાત કરતા મોરબી જિલ્લામાં કોંગ્રેસ ગોથે ચડી હોવાનું સ્પષ્ટ બન્યું છે.