મોરબી : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 15મી ઓગાષ્ટે ટંકારા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવા નક્કી કરાયું છે ત્યારે અતિવૃષ્ટિને કારણે સ્વાતંત્રપર્વની સાદગીભરી ઉજવણી કરવા અપીલ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે આગામી 15 ઓગાષ્ટે જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે થનાર છે ત્યારે માળીયા, ટંકારા,વાંકાનેર અને મોરબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે વ્યાપક ખાન ખરાબી થઈ હોય ઉજવણીના નામે ખોટા ખર્ચ ન કરી આ ખર્ચ બચાવી જિલ્લા માં રોડ રસ્તાના કામોમાં નાણાં વાપરવા અને લોકોને રાહત બચાવમાં વધુ ભંડોળનો ઉપયોગ કરવા ભાર પૂર્વક જણાવ્યું હતું. વધુમાં હાલ તંત્ર ઉપર કામનો બોજો પણ વધુ હોવાની સાથે જન્માષ્ટમીનો પર્વ પણ સાથે હોય આ ઉજવણી સાદગીભરી રીતે કરવા તંત્રને અપીલ કરી હતી.