મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા 'આભાર-વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા મોરબી-માળીયા વિધાનસભા સીટ માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલ આવતીકાલ તા. 15ના રોજ મંગળવારે મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે 8 ગામોનો પ્રવાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જયંતિભાઈ પટેલ કાર્યકર્તાઓ સાથે કુંતાશી ગામમાં બપોરે 2-30 વાગ્યે, બોડકી ગામમાં 3 વાગ્યે, નવા નવલખી ગામમાં 3-30 વાગ્યે, જુમાવાડી ગામમાં 4 વાગ્યે, વર્ષામેડી ગામમાં 4-30 વાગ્યે, ખીરસરા ગામમાં સાંજે 5 વાગ્યે, કૃષ્ણનગર ગામમાં 5-30 વાગ્યે તથા નાના દહીંસરા ગામમાં 6 વાગ્યે મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન જયંતિલાલ પટેલ ગ્રામજનોનો આભાર માનશે. તેમજ સ્થાનિક પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરશે.