મોરબી : મોરબી પેટા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઇ જે. પટેલનો આભાર વંદના કાર્યક્રમ આગામી દિવસોમાં યોજાનાર છે. જેમાં જયંતિભાઈ મોરબી તાલુકા, માળીયા તાલુકા, મોરબી શહેરમાં મતદાતાઓનો આભાર વ્યક્ત કરશે. જે બાબતે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે ગઈકાલે તા. 10ના રોજ રાત્રે 9 વાગ્યે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લાના હોદેદારો અને આગેવાનોની મીટીંગ મળેલ હતી. આ બેઠકમાં આભાર વંદના કાર્યક્રમ અંગે ચર્ચા-વિચરણ કરી રૂપરેખા બનાવવામાં આવી હતી.