કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને ઠેર ઠેર મળતું જન સમર્થન મોરબી : મોરબી બેઠકના કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા હેઠળ ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આપના મીરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આથી કોંગ્રેસ મજબૂત બનીને ગામે ગામ પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલને ઠેર ઠેર જન સમર્થન મળી રહ્યું છે. મોરબી માળીયા બેઠકના ઉમેદવાર જયંતિભાઈ પટેલ દ્વારા અગાઉ પુલ દુર્ઘટનાના શોકમાં શાંતિથી દાવેદારી નોંધાવ્યા બાદ પણ મોતનો મલાજો જાળવી ફટાકડા કે ઢોલનગારા વગર પ્રચાર કરવાનો નિર્ણય જાહેર કરીને સમગ્ર કોંગ્રેસની ટીમ દ્વારા પરિવર્તન યાત્રા હેઠળ મોરબી માળીયા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને શાંતિ પૂર્વક જ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ મોરબી માળીયા શહેર તેંમજ ગામડાઓ સભાઓ સંબોધીને કોંગ્રેસ પર વિશ્વાસ મૂકીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરી હતી અને તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને કોંગ્રેસના આ શિક્ષિત ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ અગાઉ પણ લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવા તેમજ ચૂંટાયા બાદ માત્ર લોકહિતના કાર્ય કરવાનો લોકોને વિશ્વાસ સમક્ષ વ્યક્ત કર્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ સહિત 50 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને લોકહિતના કાર્યો કરવા માટે કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર જ્યંતીલાલ જે.પટેલની હાજરીમાં ગઈકાલે મોરબી જિલ્લા આમ આદમીના પુર્વ પ્રમુખ જીવણભાઈ જીલરીયા સહીત 50 થી વધુ કાર્યકરો મધ્યસ્થ કાર્યાલય ખાતે જ્યંતીલાલ જે.પટેલ ના હાથ વધુ મજબુત કરવા વિધીવત કોંગ્રેસમાં જોડાયા હતા.