મોરબી : મોરબીમાં ફી અધિનિયમનનો યોગ્ય અમલ થતો ન હોવાથી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે બુધવારે શિક્ષણાધિકારીની કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવશે. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ફિ અધીનીયમન કાનુન અમલમાં આવ્યા બાફ ગુજરાતની ૬૦ થી ૭૦ ટકા પ્રાઈવેટ સ્કુલોએ એફઆરસીમાં નોધંણી જ કરાવી નથી. આવી સ્કુલોને ગુજરાત સરકાર છાવરી રહી છે. જેના વિરોધમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે બુધવારે શિક્ષણાધિકારીની કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવશે. આ વિરોધ કાર્યક્રમમાં મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કોંગી અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકરો, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઇનાં દરેક કાર્યકરોને શક્તિ ચોક વી.સી.હાઈસ્કુલ ની સામે આવેલી ડીઈઓ કચેરી ખાતે કાલે બુધવારે સવારે ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.