પ્રદેશ કોંગ્રેસ માળખામાં જબરા ફેરફાર મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સંગઠનમાં જબરા ફેરફાર થયા છે મોરબી સહિતના જિલ્લાના માળખામાં ફેરફાર કરી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજાને પ્રદેશ મહામંત્રી પદે નિમણુંક આપી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે લાલિતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને નજર સમક્ષ રાખી સંગઠન માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે જે અન્વયે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજાને પ્રદેશ મહામંત્રીનું પદ આપી તેમના સ્થાને લાલિતભાઈ કાગથરાને મોરબી જિલ્લાનું સુકાન સોંપવમાં આવ્યું છે. પ્રદેશ મહામંત્રી પદે નિમણુંક અંગે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે પક્ષે મારી કામગીરીની કદર કરી પ્રદેશમાં સ્થાન આપ્યું છે તે બદલ એઆઇસીસી તથા પ્રદેશના હોદ્દેદારોનો તેમને આભાર માન્યો હતો.