મોરબી : મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે લોકચાહના પ્રાપ્ત કરનાર અને શાળામાં સંસ્કારનું જ્ઞાન પીરસતા એવા શિક્ષક ફિરોજભાઈ બગથરીયાની કારકિર્દીની શરૂઆત મોરબીના રવાપર તાલુકા શાળાથી કરી હતી અને તેઓ સ્વભાવે સરળ હોવાથી બહોળો મિત્ર વર્ગ ધરાવે છે. તેવા ફિરોજભાઈ હાલ તાલુકા પંચાયત મોરબી ખાતે શિક્ષણ શાખામાં ફરજ બજાવતા હતા. જેઓ વયમર્યાદાના લીધે નિવૃત્ત થતાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત વિદાય સમારંભનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. શિક્ષક ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર, બગથરીયા પરિવારનું ગૌરવ એવા શિક્ષક ફિરોજભાઈને સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ખોજા સમાજ, બગથરીયા પરીવાર તથા મિત્રવર્તુળે નિવૃત જીવન સુખ-શાંતિમય રીતે વીતે તથા સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.