મોરબી : ગત માસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની ભાવિ પેઢીના શૈક્ષણિક ઉતકર્ષ માટે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી. પાછલા ઘણા દશકાઓથી ભારતમાં શિક્ષણ નીતિમાં કોઈ નોંધપાત્ર બદલાવ કરવામાં આવ્યો ન હતો ત્યારે હવે લાગુ થવા જઈ રહેલી નવી શિક્ષણ નીતિ અંતર્ગત સાર્થક વિદ્યામંદિરમાં ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસો દરમ્યાન અલગ અલગ માધ્યમો અને વક્તાઓ દ્વારા નવી શિક્ષણ માટેની જાણકારી સરળ રીતે આપવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે વિવિધ વિડીયો દ્વારા આ નીતિનો પ્રાથમિક પરિચય, માહિતી તેમજ પ્રશ્નોતરી ગોઠવવામાં આવી હતી. દ્વિતીય દિવસે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીની ઉપસ્થીતિમાં ગુલાબરાય જોબનાપુત્રા સાહેબે (શિક્ષણના કાયદા અંગેના પુસ્તકોના લેખક, શિક્ષણવીદ તેમજ પરામર્શક) વક્તવ્ય આપ્યું હતું. જ્યારે તૃતીય અને અંતિમ દિવસે 'નવી શિક્ષણ નીતિના પરિપ્રેક્ષ્યમાં શિક્ષકોની ભૂમિકા' વિષય પર ડૉ.અતુલ ઉનાગર (આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત વિભાગ ગુજ.યુનિ.)ના માર્ગદશનનું વિદ્યાભારતી દ્વારા આયોજન કરવામાં આવેલું. જેનું સીધુ પ્રસારણ સાર્થક વિદ્યામંદિર ખાતે પણ કરવામાં આવેલું. અત્રે નોંધનીય છે કે વિશ્વમાં શિક્ષણ અને તેની પદ્ધતિને લઈને પાછલા વર્ષોમાં આમુલ પરિવર્તન આવ્યું છે ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં દાયકાઓ જૂની શિક્ષણનીતિ ચાલી આવતી હતી. જેને કારણે વૈશ્વિક કક્ષાએ ભારતનો વિદ્યાર્થી અન્ય દેશોના યુવાઓ સાથે સ્પર્ધાત્મક ટક્કર લેવા ક્યાંકને ક્યાંક ઉંણો ઉતરતો હોવાનું સરકારે આડકતરી રીતે સ્વીકારીને નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate