મોરબી : મોરબીના આર્યસમાજ દ્વારા તારીખ 31મેથી 2જૂન સુધી ત્રિદિવસીય મહિલા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 110 જેટલી મહિલાઓએ સક્રિય ભાગ લીધો હતો. મોરબીના આર્યસમાજ, ટંકારા(ત્રણ હાટડી શેરી) દ્વારા તારીખ 31મેને શુક્રવારથી 2જૂનને રવિવાર સુધી આર્ય વિદ્યાલયમ્ ખાતે મહિલા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સવારે અને સાંજે બે-બે કલાક, એમ બે વિભાગમાં શિબિરનો સમય ગોઠવવામાં આવ્યો હતો. આ શિબિરમાં જૂનાગઢના ડો. સદગુણાબેન તથા ભાવનાબેન, કે જે યોગના નિષ્ણાંત છે, તેઓએ પ્રશિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેઓએ હાલની શારિરીક સમસ્યાઓમાં યોગ કેટલું લાભદાયી છે તે જણાવ્યું હતુ અને મહિલાઓને યોગ, પ્રાણાયામ, ધ્યાન, ઉપાસના વગેરે શીખવ્યું હતુ. આ શિબિરમાં 110 જેટલી બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne