રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં યુવાનને રીક્ષામાં મુસાફરી કરવાના બહાને બેસાડી છરીને અણીએ રીક્ષાચાલક ગેંગે લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ લૂંટના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ ફોરમ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ યુપીના વતની પિન્ટુભાઇ ધુરૂપલાલ શ્રીવાસ્તવ (ઉ.વ.૨૨) એ એક રીક્ષાચાલક તથા બે અજાણયા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૬ના રોજ ફરીયાદી આરોપીઓની રીક્ષામા બેસી પોતાના રૂમ ઉપર જતા હોય થોડે આગળ જઇ રીક્ષા રોડની સાઇડ રાખી ફરીયાદીને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રોકડ રૂપીયા ૬૦૦૦ તથા રીયલમી સી.૨ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦ તથા જીઓની મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ વાળા એમ કુલ મુદામાલ રૂપીયા-૧૪૦૦૦ની લુટ ચલાવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે રીક્ષા ગેંગને ઝડપી લેવા રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate