મોરબી : મોરબીના જાબુડીયા ગામ પાસે ઓરવબ્રીજની નજીક હુન્ડાઇ શો રૂમ સામે સર્વિસ રોડ ઉપર રોડ ક્રોસ કરતા રાહદારીને પુરપાટ ઝડપે આવતા બાઈકે હડફેટે લેતા આ રાહદારીને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રાહદારીએ બાઈકચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇન્દ્રસિહ રતનસિહ બારડ (ઉવ. ૫૫ ધંધો – મજુરી રહે.થાન વગડીયા રોડ બોડીધાર સમ્રાટ પોર્ટરી પાસે મફતીયાપરા) એ આરોપી મોટર સાયકલ નં.આર.જે.૨૦.ટી.એસ.૯૮૫૭ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ મોરબીના જાબુડીયા ગામ નજીક ઓરવબ્રીજની પાસે હુન્ડાઇ શો રૂમ સામે સર્વિસ રોડ ફરીયાદી રોડ ક્રોસ કરતા હતા. તે સમયે આરોપીએ પોતાનું મોટર સાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી સાથે બાઈક ભટકાઈ જતા ફરીયાદીને પગમા ફેકચર અને મોઢા વાસામા અને માથાના ભાગે નાની મોટી ઇજાઓ થઈ હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બાઈકચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.