મોરબી : મોરબીમાં કોરોનાનું સંક્રમણ ફરી હાવી થવાથી સરકારી તંત્ર અને વિવિધ સંસ્થાઓ તથા જ્ઞાતિ.લેવેલે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં મોરબીના જોધપર (નદી) ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે આવતીકાલથી પાટીદાર કોરોના કેર સેન્ટરનો પ્રારંભ થશે. જોધપર ગામે આવતીકાલે તા.8 ના રોજ ગુરુવારે બપોરે 2.30 વાગ્યે પાટીદાર કોરોના કેર સેન્ટરને ખુલ્લું મુકવામાં આવશે. જેમાં પાટીદાર સમાજના લોકોને કોરોનાની સઘન સારવાર આપવામાં આવશે. આ પાટીદાર કોરોના કેર સેન્ટરમાં જરૂરી મેડિકલ તેમજ તબીબી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેથી પાટીદાર સમાજના લોકોને આ કોરોના કેર સેન્ટરનો.લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોના મહામારીને પગલે પાટીદાર કોરોના કેર સેન્ટર ચાલુ કરાયું હતું. પરંતુ વચ્ચેના સમયગાળા દરમિયાન કોરોના અંકુશમાં આવતા પાટીદાર કોરોના કેર સેન્ટર બંધ કરાયું હતું. ત્યારે હવે ફરીથી કોરોનાએ માથું ઉચકતા તંત્રની મજૂરી લઈને પાટીદાર કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે.