મોરબી : તારીખ 13 એપ્રિલ ને રવિવારના રોજ બ્રહ્મ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ જામનગર દ્વારા મોરબીના હાસ્ય કલાકાર ચંદ્રશેખર પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.મહત્વનું છે કે, ચંદ્રશેખર પંડ્યા 50 વર્ષથી હાસ્યની દુનિયા સાથે જોડાયેલા છે. તેમના પિતા ભાગવત આચાર્ય લોકસાહિત્યકાર હતા અને આ કલા તેમને વારસામાં મળી છે. ચંદ્રશેખ પંડ્યાએ માત્ર 15 વર્ષની ઉંમર થી સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપવાનું શરૂ કરી દીધું હતું. દરેક રાજ્યના ગુજરાતી સમાજમાં લોકોને હસાવ્યા છે અને રેડિયો ટીવી youtube માં તેના પ્રોગ્રામ સાંભળવા મળે છે.