રાજ્યના ૬૭ આઇ.એ.એસ. અધિકારીઓની બદલી: હળવદના આસી.કલેક્ટર અજય દાહયાને પોરબંદરના ડીડીઓ તરીકે ચાર્જ સોંપાયો મોરબી: રાજ્ય સરકારે આજે મોડી સાંજે રાજ્યના ૬૭ સનદી અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.જેમાં મોરબીના જિલ્લા કલેકટર આઈ કે પટેલ ની ખેડા જિલ્લામાં બદલી કરવામાં આવી છે તેમના સ્થાને આર.જે.માકડિયા ને મૂકવામાં આવ્યા છે.આ સાથે હળવદના ડેપ્યુટી કલેકટર ડીજે દાહયા ની પણ બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યના ૬૭ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે જેમાં મોરબીમાં ભારે લોકચાહના ધરાવનાર જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની ખેડા બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ આર.જે.માકડિયા ની નિમણૂક કરવામાં આવી છે હવે તે મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે.માકડિયા ચાર્જ સંભાળશે આ ઉપરાંત હળવદના ડેપ્યુટી કલેક્ટર અજય દાહયાને પણ પોરબંદરમાં ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.