ચુંટણીને પગલે પાસા અટકાયતી પગલાનો દૌર શરૂ મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ યોજાય તે માટે વિવિધ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓની પાસા હેઠળ ધરપકડનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોરબીમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા માથાભારે શખ્સની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની જેલમાં ધકેલી દીધો હતો. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને રીઢા ગુનેગારોને પાસા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા સાગર ઉર્ફે ચોંટી નવઘણભાઈ મૂંધવા (ઉ.વ.21) ની પાસા હેઠળ ધરપકડ કરવા માટે પોલીસે જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરી હતી. આથી, જિલ્લા કલેકટરે આ આરોપીના પાસાના વોરંટને ઇસ્યુ કરતા પોલીસે આ વોરંટની બજવણી કરી સાગર ઉર્ફે ચોંટી નવઘણભાઈ મૂંધવાને પાસા હેઠળ ડિટેઇન કરીને તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.