મોરબી : લોકડાઉનના અનુસંધાને બિનજરૂરી અવરજવર કરતા લોકો પર તંત્રની કડક નજર છે. ત્યારે 20 તારીખથી અમુક પસંદગીના ક્ષેત્રો તેમજ પાલિકાની હદ બહારના વિસ્તારોમાં આવેલા ઉધોગગૃહો તેમજ અમુક રોજગાર ક્ષેત્રોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ દરમ્યાન સરકારી ફરજ પર જતાં આવતા નોકરિયાતોને બિનજરૂરી રીતે રોકી પૂછતાછ કરવામાં આવતી હોવાની બાબત તંત્રના ધ્યાને આવી હતી. ઉપરોક્ત બાબત ધ્યાને આવતા મોરબી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સરકારી ફરજ પર આવાગમન કરતા લોકોની બીનજરૂરી રોકટોક ન કરવાની સૂચના જારી કરી છે. હવેથી સરકારી ફરજ પર જતા આવતા નોકરિયાતો માત્ર તેઓનું આઈકાર્ડ બતાવીને કોઈ પણ ચેક પોસ્ટ પરથી પસાર થઈ શકશે. પોલીસને તેઓ પાસે કોઈ અન્ય કાગળો ન માંગવા કે બિનજરૂરી પૂછપરછ ન કરવા તમામ થાના અમલદારો અને ચેકપોસ્ટ પર સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/