પોલીસ સ્ટેશનના રેકોર્ડ રજીસ્ટરો, વિવિધ એકમો અને ક્વાર્ટરનું નિરીક્ષણ કર્યું: પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ સાધી માર્ગદર્શન આપ્યુંમોરબી અપડેટ: મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી સંપૂર્ણ પારદર્શી અને લોકાભિમુખ રહે તેવા ઉદ્દેશ સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે પોલીસ સ્ટેશનના તમામ મહત્વના રજીસ્ટરોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તેમજ કાયદાકીય સજ્જતા અને ગુના નિયંત્રણ અંગે સંલગ્ન અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ એકમોની રૂબરૂ મુલાકાત લઈને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે ક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થા તેમજ આંતરિક સ્વચ્છતાનું બારીકાઈથી અવલોકન કરીને સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.#Morbi #Tankara #MorbiUpdate #CollectorMorbi #SwapnilKhare #TankaraPolice #PoliceStationInspection #LawAndOrder #GujaratPolice #MorbiNews