મોરબી : ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવવાની બુલંદ માંગ થઈ રહી છે. તેમ છતાં સરકાર દ્વારા આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, આહીર રેજીમેન્ટ બનાવવાની માંગ સાથે આગામી 20 મેના રોજ ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેના અનુસંધાને મોરબીના આહીર યુવાનોએ આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.મોરબીના આહીર યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે આપણા ભારત દેશની સ્થળ સેનામાં જાતિ આધારિત રેજીમેન્ટો છે ત્યારે આહીર યુવાનોએ અસંખ્ય બલિદાનો આપ્યા હોવા છતાં આહિર રેજીમેન્ટ નથી. જેની આહીર સમાજ વર્ષોથી માંગ ઉઠાવી રહ્યો છે અને આ બાબતે વારંવાર રજૂઆતો રેલીઓ અને સભાઓમાં સંમેલનો કરવા છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેથી, આગામી તા. 20/05/2020 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આહિર એકતા મંચ ગુજરાતના પ્રમુખ અર્જુનભાઈ આંબલીયાના નેતૃત્વમાં અનશન આંદોલન શરૂ કરવામાં આવશે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા સેવા સદનમાં કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.