કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના સરહદી અને વ્યાપારી વિસ્તારોની સજ્જતા ચકાસવા માટે ક્ષેત્રીય મુલાકાત લેવાઈમોરબી: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના સરહદી અને વ્યાપારી વિસ્તારોની સજ્જતા ચકાસવા માટે મહત્વપૂર્ણ ક્ષેત્રીય મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન નવલખી પોર્ટની સુરક્ષા વ્યવસ્થાથી લઈને માળિયા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના નિવારણ સુધીના વિવિધ મુદ્દાઓ પર વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.નવલખી પોર્ટ અને ક્રિક વિસ્તારની સુરક્ષાની સમીક્ષાકલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નવલખી પોર્ટ અને ક્રિક વિસ્તારની મુલાકાત લઈ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે પોર્ટ પરિસરની સુરક્ષા, કાર્યરત વેસલ્સમાં માલસામાનનું પરિવહન અને સ્વચ્છતાની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે, સંવેદનશીલ ગણાતા ક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા અને કોસ્ટલ પેટ્રોલિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.માળિયાના સોલ્ટ પાન અને જુમાવાડીમાં સ્થળ મુલાકાતઆગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માળિયા તાલુકાના સોલ્ટ પાન અને જુમાવાડી વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે મીઠા ઉદ્યોગના અગરિયાઓ, સ્થાનિકો અને માછીમાર પરિવારો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા અંગે તેમણે અધિકારીઓ સાથે સ્થળ પર જ ટેકનિકલ ચર્ચા કરી હતી. ભવિષ્યમાં સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે તંત્રને કાયમી ઉકેલ લાવવાની સૂચના આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #NavlakhiPort #Maliya #CollectorMorbi #GujaratNews #PublicService #MonsoonSafety