નર્મદ સાહિત્ય સભા આયોજિત સ્પર્ધામાં જીએએસ અધિકારી ઝળક્યા મોરબી : સુરતમાં આવેલી નર્મદ સાહિત્ય સભા દ્વારા આયોજિત કેતન મુન્શી વાર્તા સ્પર્ધા-11, વર્ષ 2018નો પ્રથમ પુરસ્કાર રૂપિયા 25,000 મોરબીના તત્કાલીન તથા હાલ કેશોદના ડેપ્યુટી કલેકટર રેખાબા સરવૈયાની ટૂંકી વાર્તાને પ્રાપ્ત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે, કે તેઓએ 'રેત પર અક્ષર', 'ખોબામાં દરિયો' અને 'ધબકતું શિલ્પ' જેવા પુસ્તકો ગુજરાતી વાચકોને આપ્યા છે. તેઓના લખાણમાં ધરદારપણું અને મુલાયમતાનો સંગમ જોવા મળે છે, ઉપરાંત તેઓ નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી અવારનવાર પોતાની વાર્તાઓ રજૂ કરે છે. નોંધનીય છે, કે રેખાબા સરવૈયા કેશોદ પહેલા મોરબીના પણ ડેપ્યુટી કલેકટર રહી ચુક્યા છે અને તેમનું સાસરું પણ મોરબીમાં છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news