મોરબી : નવા વર્ષની પ્રથમ દિવસે મોરબીના હોલી હાઇટ એપાર્ટમેન્ટમાં તમામ સદસ્યો દ્વારા નૂતન વર્ષની ઓર્ગેનિક ઉજવણી કરવામાં આવી છે. જેમાં હિન્દૂ સંસ્કૃતિ મુજબ નાળિયેર અને ખજુરનો પ્રસાદ અને કોરોના કાળના લીધે ઉકાળો અને ઓર્ગેનિક ચા બનાવી તમામ લોકોને આપવામાં આવી હતી. અને સોસીયલ ડિસ્ટન્સ જાળવીને નમસ્કાર મુદ્રામાં 'રામ-રામ' કરી એકબીજાને નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે કિરીટભાઈ, અનિલભાઈ, નીલેશભાઈ, નરેન્દ્રભાઇ, નીતિનભાઈ, કેવિનભાઈ, હિરેનભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો... https://t.me/morbiupdate