મોરબી : ગઈકાલે વડાપ્રધાનએ રાષ્ટ્રજોગ આપેલા સંબોધનમાં તા. 22 માર્ચ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી છે. જે રાષ્ટ્રહિતમાં લેવાયેલુ એક સચોટ કદમ છે. ત્યારે મોરબીના તમામ ક્લોક ઉદ્યોગકારો એ મોદીની અપીલને સમર્થન આપીને રવિવારે સવારે 7 થી રાત્રે 9 કલાક સુધી સંપૂર્ણ બંધનું પાલન કરશે, તેમ મોરબી ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંકભાઈ દંગીએ યાદીમાં જણાવેલ છે.