સિવિલ હોસ્પિટલમાં અકસ્માતને કારણે મૃત્યુ પામેલા મૃતાત્માઓને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપતો સ્ટાફ મોરબી:મોરબી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતને કારણે મૃત્યુ પામેલા મૃતાત્માઓને ૧૦૮ ,૧૮૧ અભયમ તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીણબત્તી પ્રગટાવી, મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. મોરબી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અકસ્માતે મોતને ભેટેલા અનેક હતભાગીઓનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજતું હોય છે એ સંજોગોમાં આવા મૃતાત્માઓને અહંતી મળે તે હેતુથી ૧૦૮, ૧૮૧ અભયમ અને સિવિલ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાજેતરમાં મૃતાત્માઓને શાંતિ માટે મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવા આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='14382,14383,14384']