ડાયાબિટીસ અને બ્લડપ્રેશર તપાસણી કેમ્પ યોજાયો: આરોગ્ય અંગે જાગૃતિ લાવવા સાહિત્યનું વિતરણ મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેકીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત લોકોને આરોગ્ય વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ ૭ એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસની મોરબી સિવિલ હોસ્પિટલમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર્દીઓ માટે બી.પી. તથા ડાયાબિટીસની તપાસણીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ ઉપરાંત લોકો માં આરોગ્ય અંગે જાગૃતતા આવે તે માટે આરોગ્ય સ્ટોલ તથા પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ સાથે આરોગ્ય જાગૃતતા અંગેનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.