ગાયનેક વિભાગમાં સિવિલ હોસ્પિટલ તંત્રની લાપરવાહી છતી મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં રેઢિયાળ વહીવટનો વધુ એક કિસ્સો ભાર આવ્યો છે જેમાં છેલ્લા લાંબા સમયથી ગાયનેક વિભાગમાં પંખા બંધ થી જતા પ્રસુતિની પીડા બાદ પ્રસૂતાઓને ગરમીની પીડા સહન કરવી પડી રહી છે. મોરબી સિવીલ હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટરોથી લઈ અનેકવિધ સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે, તેવામાં સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડ માં અનેક પંખાઓ બંધ હાલતમાં હોવાની સાથે અવાર નવાર પંખા અચાનક જ બંધ રહેતાં પંખાઓના કારણે પ્રસુતાઓ ગરમીમાં સુવા મજબુર બન્યા હોવાનું સામે આવ્યું છે.