મોરબીના બાંધકામ ઉદ્યોગને ઝડપી વેગવંતુ કરવા રજૂઆત મોરબી : મોરબી સિવિલ એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા આજરોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને મોરબીના બાંધકામ ઉદ્યોગને ઝડપથી વેગવંતો કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.મ્યુનિસિપલ કમિશનરની શુભેચ્છા મુલાકાતની સાથે મોરબી સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા મોરબીનો બાંધકામ ઉદ્યોગ ઝડપથી વેગવંતો થાય તથા બાંધકામ માટેના નિયમો કોર્પોરેશન માટે નિર્ધારિત કરી ઝડપથી ઓનલાઈન પ્રોસેસ ચાલુ કરવામાં આવે તથા બાંધકામ મંજૂરી માટે લોકોને બિલ્ડરોને અને એન્જિનિયરોને પણ સરળતા રહે તે માટે કોમન GDCRની કેટેગરી પણ નિર્ધારિત કરવામાં આવે તે માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે મોરબી સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ એન્જિનિયર અનીલ મિરાણી ઉપસ્થિત રહ્યા હતા.