મોરબી : મોરબી સિવિલ કોર્ટ દ્વારા રજીસ્ટર્ડ દસ્તાવેજ રદ કરવા માટેનો દાવો નામંજૂર કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો અનુસાર મોરબીના બેલા ગામના કાળીબેન અણદાભાઈ કરોતરા તથા મકનસર ગામના હંસાબેન અણદાભાઈ કરોતરાએ ધૂનડા ગામના અરવિંદભાઈ ચતુરભાઈ ફૂલતરિયા સામે ધૂનડા ગામની સીમ જમીન સર્વે નં. 801/17 એ.3 ગુઠાનો વેચાણ દસ્તાવેજ નં. 6884 તા.2/7/2014ને રદ કરાવવા દાવો દાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા નામદાર સિવિલ કોર્ટે આ દાવો નામંજૂર કર્યો છે.પ્રતિવાદી અરવિંદભાઈના વકીલ તરીકે ભાવેશભાઈ ફુલતરિયા તથા રાજેશભાઇ જોશો રોકાયેલ હતા.